Loading...
X
Site Visited user :
Visionary



|| શ્રી ||

કુવો અને જ્ઞાન જેટલા ઉંડા તેટલા ફાયદાકારક.

           આજના પ્રગતિશીલ યુગમાં જમાના સાથે પગ થી પગ મળાવવા માટે આપણ સમાજને ડીજીટલ યુગમાં લઇ જવાની જરૂર પડે છે. આ જરૂરીયાત ને પુરૂ પાડવા માટે તથા આપણા સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે એક વેબસાઇટની જરૂરીયાત પડે એવું જાણતા એક વેબસાઈટ બનાવવી એવો વિચાર યુવા મંડળ ને આવ્યો. આ જવાબદારી ઉપાડતા એક પ્રોફેશનલ કંપની ને નીમણુક કરવામાં આવી.”વડીલોની આંખ અને યુવાનોની પાંખ” આ પંક્તીને સાર્થક કરતા આ વેબસાઈટ બનાવવાનો વિચાર આવ્યો હતો . આજે વડીલોના સાથ સહકારથી આપે આ વેબસાઈટ એક નાનું પગલું છે.

           આપણા સમાજને ડીજીટલ યુગ સાથે મેળ મેળાવવા માટે હજી આપણને આવા ઘણા નાના મોટા પગલાની જરૂર પડશે અને જે રીતે આપણની આજ સુધીની આગળની કમીટી અને વડીલોએ જે રીતે આપણે સાથ સહકાર આપતા રહ્યા છે તેવો જ સાથ સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ છીએ.

           આ વેબસાઈટ બનાવવામાં નાની મોટી ખામીયો પણ રહી જવા પામી હશે તે આપ સહુ નજરઅંદાજ કરશો. પરંતુ આ સાથેજ આ ખામીયોને તમે અમોને જરૂર જણાવજો જેથી આપણે આ નાના છોડને મોટું વટવૃક્ષ બનાવી શકીયે અને તેને વધારે માં વધારે સમાજપ્યોગી બનાવી શકીએ.

           આ વેબસાઈટ નો વધારે માં વધારે વપરાશ કરી આપણે આ પ્રયાસને સફળ બનાવવા માટે તમારો અમુલ્ય ફાળો આપશો એવી આશા રાખીયે છીએ.

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, થાણા.